- વલસાડમાં કરોડોના વિકાસ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વલસાડમાં
- CM અને રાજ્યપાલ પહોચ્યા અંભેટી ગામે
મુખ્યમંત્રી આજથી બે દિવસ વલસાડના પ્રવાસે છે. જેમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી વલસાડમાં થવાની છે. તેમજ વલસાડમાં કરોડોના વિકાસ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વલસાડમાં છે.
CM અને રાજ્યપાલ અંભેટી ગામે પહોચ્યા
CM અને રાજ્યપાલ અંભેટી ગામે પહોચ્યા છે. જેમાં અંભેટી ગામે પાકૃતિક ખેતી સંવાદમાં હાજરી આપી છે. તેમાં મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત થયા છે. પ્રાકૃતિક ખેતી અંગે CM અને રાજ્યપાલ ખેડૂતોને સંબોધન કર્યું છે. તેમજ નાણામંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત છે.
વલસાડ જિલ્લામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
વલસાડ જિલ્લામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે શહેરના તમામ મહત્વના સ્થળોને તિરંગા અને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. જેથી સમગ્ર શહેર દિવાળીની જેમ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ઠેર ઠેર તિરંગા લાઈટિંગથી શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. જાહેર માર્ગો ઉપર તિરંગાની લાઈટિંગનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે તો કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મામલતદાર કચેરી, સર્કિટ હાઉસ વગેરે તમામ સરકારી કચેરીઓ પણ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે. જ્યોતિમિનારો, શહીદ ચોક જેવા સ્થળો પણ રોશનીથી ઝગમગી ઊઠ્યા છે. આઝાદ ચોક પોલીસ ચોકી પાસે LED સ્ક્રીન ઉપર દેશભક્તિના દૃશ્યો બતાવવામાં આવી રહ્યા છે.









