• WHO દ્વારા H9N2 વાયરસની પુષ્ટિ કરી છેઃ ડૉ.તુષાર પટેલ
  • શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો છેઃ ડૉ.તુષાર પટેલ
  • સામાન્ય લક્ષણો હોય તો પણ સારવાર લેવી જરૂરી: ડૉ.તુષાર પટેલ
હાલ ચીનમાં નવા પ્રકારનો રોગ ચર્ચામાં આવ્યો છે. જેના કારણે એક તરફ લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે વિશ્વભરમાં કોરોના જેવી સ્થિતિ ન ઊભી થાય તેની ચિંતા સ્તાવી રહી છે. આ વચ્ચે ભારતમાં પણ કેન્દ્ર સરકારે એલર્ટ આપ્યું છે. તેના પગલે રાજ્ય સરકારે પણ તમામ હોસ્પિટલોમાં ચકાસણી કરી સાવચેતીના પગલાં ભર્યા છે.

આ વચ્ચે નવા રોગચાળા અંગે કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડૉ.તુષાર પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ ન્યૂમોનિયા જેવો રોગ છે. જેનાથી બાળકોની સાવચેતી ખાસ રાખવી જરૂરી છે. તેમજ આ માટે દેશમાં આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઇ છે જેના પર તમામ લોકોએ કાળજી રાખવાની જરૂર છે.

આ સાથે જ ડૉ. તુષાર પટેલે કહ્યું કે, WHO દ્વારા H9N2 વાયરસની પુષ્ટિ કરી છે. ઇન્ફુએન્ઝા એવિયન વાયરસથી લોકો બિમાર થઇ રહ્યાં છે. તેમજ આ વાયરસ શ્વસન પ્રક્રિયાને અસર કરે છે. જેમાં શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો છે. આ માટે સામાન્ય લક્ષણો હોય તો પણ સારવાર લેવી જરૂરી છે. જેના માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ તરફ ભારત સરકારના જણાવ્યા મુજબ ભારતમાં હાલ એલર્ટનું કોઈ કારણ નથી તેમ છતાં રાજ્યમાં જાહેર આરોગ્ય અને હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવાની તક હોય તે માટે જરૂરી એચઆર, હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ, સાધન સામગ્રી અને આરોગ્ય સુવિધાઓમાં ચેપ નિયંત્રણ પદ્ધતિની ઉપલબ્ધતાની ખાતરી કરવી જરૂરી છે. 
  • Follow us on: