ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 5 મેના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 10.30 કલાકે બોર્ડની વેબસાઈટ પર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ વિદ્યાર્થીઓ અને વાલીઓ જોઈ શકશે. આ સાથે જ ગુજકેટનું પરિણામ પણ આવતીકાલે જાહેર કરવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી
તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીએ રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રાજ્યમાં GSEB બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
ધોરણ 10ના પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં
બીજી તરફ જો ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની વાત કરીએ તો મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બોર્ડની પરીક્ષાના પરીણામ જાહેર થવાની કોઈ ચોક્કસ તારીખ સામે આવી નથી.
વિદ્યાર્થીઓ કયા જોઈ શકશે ધોરણ 12નું પરિણામ?
- ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે.
- વોટસએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક નંબર મોકલીને પણ પરિણામ જોઈ શકશે.









