- પાંછા નજીક મોડી રાત્રે ચાલુ વાહન પર પથ્થરમારો થયો
- અજાણ્યા શખ્સોએ બે વાહન પર કર્યો પથ્થરમારો
- પથ્થરમારાને લઈ વાહન ચાલકની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
ગુજરાતના દાંતા-અંબાજી હાઈવે પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેમાં પાંછા નજીક મોડી રાત્રે ચાલુ વાહન પર પથ્થરમારો થયો હતો. તેમાં અજાણ્યા શખ્સોએ બે વાહન પર પથ્થરમારો કર્યો હતો. તથા પથ્થરમારાને લઈ વાહન ચાલકની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે.
બંને વાહનચાલકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
દાંતા - અંબાજી માર્ગ પર મોડી રાત્રે ચાલુ વાહન પર પથ્થરમારાની ઘટના બની છે. જેમાં અંબાજીના પાંછા નજીક અજાણ્યા શખ્સઓએ યાત્રિકોના વાહન પર પથ્થરમારો કર્યો હતો. એક બાદ એક બે વાહનો પર પથ્થરમારાની ઘટનાને લઈ ચકચાર મચી છે. બંને વાહનચાલકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે દૂરથી આવેલા પથ્થર વાહનોને ટકરતા સદનસીબે જાનહાની ટળી હતી.
આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી
પથ્થરમારાની ઘટનાને લઈ મોડી રાત્રે અંબાજી માર્ગે જતા વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. અગાઉ પણ દાંતા-અંબાજી માર્ગ ઉપર મોડી સાંજે અંબાજીથી દાંતા તરફ આવી રહેલી ગાડીઓ ઉપર પથ્થરમારો કરાયો હતો. જેથી દહેશતનો માહોલ સર્જાઇ ગયો હતો. આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. દાંતા-અંબાજી માર્ગ પર મોડી સાંજે અંબાજીથી મા જગદંબાના દર્શન કરી પરત ફરી રહેલી ગાડીઓ ઉપર હરિવાવ ઘાંટા પર કેટલાક અજાણ્યા શખસોએ પથ્થરમારો કરતાં અરેરાટી મચી ગઇ હતી.









