• સ્ટોરનો સ્ટોક ચેક કરતા ચોરી કરીને નાસી ગયાનું સામે આવ્યું

  • કંપનીમાં બેન્કિંગનું કામ કરતા કર્મચારીએ ફેન કરતા ઉપાડયો ન હતો,
  • સ્ટોર પર હાજર પણ ન હતો જેથી શંકા ગઇ હતી

સેટેલાઇટમાં ફેનબુકના સ્ટોર મેનેજર રૂ. 18 લાખના મોબાઇલ અને એક દિવસો સ્ટોરનો વકરો એમ કુલ રૂ. 20.50 લાખ ચોરી કરીને નાસી ગયો હતો. જેમાં કંપનીમાં બેન્કિંગનું કામ કરતા કર્મચારીએ ફેન કરતા તે ફેન ઉપાડતો ન હતો જેથી કંપનીના માલિકે સ્ટોર પર આવીને તપાસ કરતા અને સ્ટોક કરતા ચોરી કરી હોવાની જાણ થઇ હતી. આ અંગે કંપનીના માલિકે સ્ટોર મેનેજર સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોધાવી છે.

થલતેજમાં રહેતા જીગ્નેશકુમાર પારેખ ફેનબોક્ષ રીટેલ લીમીટેડ નામની કંપનીમાં ભાગીદારી ધરાવે છે. જેમાં ગત વર્ષ 2021માં ઇસ્કોન ખાતે તેમની કંપનીનો ફેનબુક નામનો સ્ટોર શરૂ કર્યો હતો. જેમાં સ્ટોર મેનેજર તરીકે વાડજના જગદીશ ચૌહાણને નોકરી પર રાખ્યા હતા. જેમાં ગત 16 માર્ચે જુદા-જુદા સ્ટોરના બેન્કીંગનું કામ કરતા ઉમેશ લોઢાએ જગદીશને ફેન કરતા ફેન ઉપાડયો ન હતો. જેથી ઉમેશભાઇએ જીગ્નેશકુમારને જાણ કરી હતી.

જેથી જીગ્નેશકુમાર સ્ટોર પર જતા જગદીશ ત્યાં ન હતો અને કર્મચારીઓને પૂછતા તે સાંજના સમયે કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં જગદીશ પર શંકા જતા સ્ટોરમાં સ્ટોક ચેક કરતા જગદીશે રૂ. 18 લાખના 26 મોબાઇલ અને એક દિવસનો વકરો રૂ. 2.50 લાખ એમ કુલ 20.50 લાખ મળી આવ્યો ન હતો. જેથી જગદીશ તે ચોરી કરીને જતો રહ્યો હતો. આ અંગે જીગ્નેશકુમારે કર્મચારી સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોધાવી છે.


  • Follow us on: