અમરેલીના લાઠીમાં વરસાદે તારાજી સર્જી છે, ભારે પવન સાથે વરસાદથી લોકોને નુકસાન થયુ છે અને લાઠીના અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાયી અને શિવજીની વિશાળ મૂર્તિ પણ પવન ફૂંકાતા ધરાશાયી થઈ હોવાની વાત સામે આવી છે, અનેક જગ્યાએ પતરાના શેડ હવામાં ફંગોળાયા છે અને ઓઈલમિલ અને કારખાનાઓના શેડ પણ ઉડયા છે.


[[$googlead]]

અમરેલી લાઠીમાં મીની વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં સર્જી તારાજી

લાઠીના અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે, લાઠીમાં આવેલી મહાકાય શિવજીની મૂર્તિ વાવાઝોડામાં ધરાશાયી થઈ છે અને અનેક જગ્યાએ પતરાના શેડો હવામાં ફંગોળાયા છે સાથે સાથે લાઠીના ચાવંડ રોડ, અકાલી, રોડ,અમરેલી રોડ ઉપર સેંકડો વૃક્ષો થયા ધરાશાયી થયા છે. એક ઓઈલ મિલ અને પ્લાસ્ટિકના કારખાનાના શેડ ધરાશાયી થતા માલિકને લાખોનુ નુકસાન થયુ છે, લાઠી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે વીજપુરવઠો ખોરવાતા લોકોને ભારે પરેશાની છે.

[[$alsoread]]

IMD વૈજ્ઞાનિક નરેશ કુમારનું નિવેદન

IMD વૈજ્ઞાનિક નરેશ કુમારનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે, આજે કેરળમાં ચોમાસાનું આગમન થયું છે, કેરળની સાથે તમિલનાડુમાં પણ ચોમાસાનું આગમન થયુ છે અને પશ્ચિમી દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ છે અને 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે સાથે સાથે લો પ્રેશર ગુજરાતના બદલે કર્ણાટક- મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું છે.

  • Follow us on: