• રાપર શહેરમાં ગઇકાલથી અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ
  • ફતેહગઢ, જેસડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
  • ભુજમાં ગઇકાલ રાતથી અત્યાર સુધી 2 ઇંચ વરસાદ

કચ્છ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. કચ્છના ભુજ સહિતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. જેમાં રાપરમાં ગઈકાલથી લઈ અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભુજમાં ગઈકાલથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કચ્છમાં આગામી બે દિવસમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેને જોતાં તંત્ર પણ સક્રિય બન્યું છે. અમુક વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. અવિરત ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને નુક્સાન થયું છે. રતનાલ ગામના ખેડૂતોના તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે.

[[$googlead]]

સાથે જ કપાસના પાકને પણ નુક્સાન થયું છે. રાપર તાલુકામાં ખેતરમાં ઘુંટણ સમા પાણી ભરાઈ જતાં કપાસના પાકને નુકસાનની શક્યતા છે. રવેચી ગામે ભારે વરસાદથી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતો ચિંતામા છે.

[[$alsoread]]

જોકે દોઢ માસ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયેલ હતો. ખેડૂતોના પાકને પાણીની ખુબ જરૂરીયાત હોય અને વરસાદ દોઢ માસથી ખેચાતા ખેડૂતોના ખેતરમાં ઉભા અલગ અલગ ખેતી પાકોને નિષ્ફળ જવાની ભીતી સેવાય રહી હતી.


  • Follow us on: