• ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા લખી નાખી
  • વિદ્યાર્થીએ મિત્રની પ્રેમ કહાની લખી
  • આચાર્ય અને પ્રોફેસરો માટે અપશબ્દો લખ્યા

સુરતમાં VNSGUના વિદ્યાર્થીઓની કરતૂત સામે આવી છે. જેમાં ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા લખી નાખી હતી. તેમાં વિદ્યાર્થીએ મિત્રની પ્રેમ કહાની લખી હતી. તેમજ આચાર્ય અને પ્રોફેસરો માટે અપશબ્દો લખ્યા હતા. VNSGUમાં BCOM, BAની પરીક્ષા લેવાઈ હતી.

વિદ્યાર્થીઓને રૂ. 500ની પેનલ્ટી કરાઈ છે

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી છે. તેમજ વિદ્યાર્થીઓને રૂ. 500ની પેનલ્ટી કરાઈ છે. જેમાં સુરતમાં છ વિદ્યાર્થી બેફામ બન્યા છે. તેમાં VNSGUના વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા લખી નાખી હતી. તેમાં વિદ્યાર્થીએ મિત્રની પ્રેમ કહાની લખી હતી. તેમજ આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી હતી. BCOM-BAની પરીક્ષા લેવાઈ હતી તેમાં આ ઘટના બની છે.

વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી

6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં વિવાદ લખી ગયા હતા. વિદ્યાર્થીઓનું મેડિકલ પ્રોફેસરોની હાજરીમાં હિયરિંગ કર્યું હતું. જેમાં નર્મદ યુનિવર્સિટીએ નિયમો બદલવા પડ્યા હતા. જેમાં છ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપવા આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓને રૂ. 500ની પેનલ્ટી કરાઈ છે. તથા વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી છે.