- શહેરના સાંઈનાથ રોડ પર તળાવને જોડતા અંડર ગ્રાઉન્ડ કાંસમાં પાણીનો ભરાવો
- તાલુકાના અંતરિયાળ ગામોને મૂંઝવતા જટીલ પ્રશ્નો વિશે ત્વરિત કામગીરી હાથ ધરાય
- હેતુથી MLA દ્વારા લેખિતમાં રજૂઆત
પેટલાદ તાલુકાના ચાર અંતરીયાળ ગામોમાં મહીસિંચાઈની કેનાલ ઉપર આવેલા જૂના અને જર્જરીત નબળા નાળાને નવનિર્મિત કરવા તથા તાલુકામાંથી પસાર થતા કાંસની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી નાગરિકોની પ્રબળ માગને ધ્યાનમાં લઈને અગાઉ ચોમાસા પહેલા ત્વરિત કામગીરી હાથ ધરાઈ તે માટે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે કાર્યપાલક ઈજનેર પેટલાદ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.
પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામ પાસે પસાર થતી બ્રાન્ચ કેનાલના નાળાને તથા વિરોલ રોડ ઉપર આવેલા ગેટવાળા નાળા અને દાવલપુરા પાસે શાખા નહેર ઉપર આવેલ 50 વર્ષ જૂનો ફૂટ ઓવરબ્રીજ જે સાંકડો જેથી અકસ્માત થવાની ભીતિ છે. જેથી આ સાંકડા અને જર્જરિત નાળાને નવનિર્મિત કરતાની તાકીદે જરૂર હોઈ ત્વરિત કામગીરી કરવા ધારાસભ્યએ લેખિત ભલામણ કરી છે.










