• આપઘાતની જાણ થતાં જ PI પત્ની બીમાર હોવાનું કહી રજા પર ઉતરી ગયાની ચર્ચા

  • હોસ્પિટલનો સ્ટાફ, પરિવારજનો અને પીજીના લોકોના નિવેદન લેવાશે
  • હાલ ગાયકવાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી

શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં બુધવારે મહિલા ડોક્ટરે કરેલા આપઘાત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા તબીબના આપઘાતની જાણ થતાં જ પીઆઈ ખાચર પત્ની બીમાર હોવાનું કહી બે દિવસની રજા પર ઉતરી ગયો હતો. જે બાદ તેઓ ફરાર થઈ ગયો હતો. હવે પોલીસ મૃતક વૈશાલી જોષીનો મોબાઇલ FSLમાં મોકલશે તેમજ જે સ્યૂસાઇડ નોટ અને 15 પાનાની ડાયરી મળી આવી હતી. તેમાં અક્ષરો કોના છે તે માટે તે પણ એક્સ્પર્ટ પાસે ચેક કરાવવામાં આવશે. પીઆઇએ છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી મહિલા ડોક્ટરો સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતુ. તેમજ પોલીસ વૈશાલીની આત્મહત્યાના દિવસે ત્યાં આવી હોવાની જાણ સ્ટાફને હોવાથી તેમના નિવેદન લેવાશે ઉપરાંત વૈશાલી જ્યાં રહેતી હતી ત્યાં આસપાસના લોકોના અને નોકરી કરતી વાડજની સ્નેહ ચિલ્ડ્રન તે હોસ્પિટલના સ્ટાફના અને પરિવારજનોના નિવેદન લેવામાં આવશે. આ ઉપરાતં પોલીસે ઇકોનોમિક ઓફેન્સ વિંગની ઓફિસના સીસીટીવી પણ તપાસ માટે એકત્ર કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે. ત્યારે વૈશાલીએ જે દિવસે આત્મહત્યા કરી તે દિવસે પોલીસ સ્પોર્ટસ મીટ 2024નો સમાપન કાર્યક્રમ હોવાથી ખાચર ત્યાં હતો અને જાણ થતાં કાર્યક્રમમાંથી ફટાફટ નીકળી ગયો હતો. તેમજ પીઆઇ અન્ય એક યુવતી સાથે પણ પ્રેમસંબંધમાં હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં બુધવારે મહિલા ડોકટર વૈશાલી જોષીએ આપઘાત કરી લીધો હતો. જેમાં મહિલા પાસેથી સ્યૂસાઇડ નોટ અને એક 15 પાનાની ડાયરી મળી આવી હતી. જેમાં સ્યૂસાઇડ નોટમાં EOWના પરિણીત પીઆઇ બી.કે.ખાચરના લીધે તેને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે હાલ ગાયકવાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસ હવે મહિલા ડોકટરનો ફોન એફ્એસએલમાં મોકલશે. તેમજ સ્યૂસાઇડ અને જે ડાયરી મળી આવી હતી તેમાં અક્ષરો મહિલાના છે તે માટે એક્સપર્સ પાસે મોકલીને તેની તપાસ કરવામાં આવશે. મહિલા પીઆઇને મળવા ત્યાં પહોચી હતી પરંતુ પીઆઇ ખાચર ત્યાં હાજર ન હતો. ત્યારે ખાચર સ્પોર્ટ્ર્સ મીટમાં ગયો હતો. જેથી ખાચરને જેવી જાણ થઇ તે પલાયન થઇ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથધરી છે. હાલમાં પીઆઇ પોતાના વતનમાં જતો રહ્યો હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે ફોનની તપાસ કરતા અનેક રહસ્યો સામે આવશે.


  • Follow us on: