• સુલતાને જેલમાંથી બહાર આવતાં જ રીલ બનાવીને મુકી
  • ઇન્સ્ટા પર માયા ડોલર 302 નામના એકાઉન્ટ પર મુકી રીલ
  • મિરાસી સુફિયાન નામનાં એકાઉન્ટ પર સુલતાનના વીડિયો

વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં બિચ્છુ ગેંગનાં સુલતાને સેન્ટ્રલ જેલ સંકુલમાં રીલ બનાવી છે. સુલતાને જેલમાંથી બહાર આવતાં જ રીલ બનાવીને મુકી હતી. ઇન્સ્ટા પર માયા ડોલર 302 નામના એકાઉન્ટ પર રીલ મુકી છે. જેમાં મિરાસી સુફિયાન નામનાં એકાઉન્ટ પર સુલતાનના વીડિયો છે.

પેરોલ પર છૂટેલા સુલતાને સાગરીતોને જેલ બહાર બોલાવ્યા

[[$googlead]]

પેરોલ પર છૂટેલા સુલતાને સાગરીતોને જેલ બહાર બોલાવ્યા હતા. જેલ સાથે સંકળાયેલી રીલ વાયરલ થતાં પોલીસ તપાસ શરૂ થઇ છે. વડોદરામાં માથું ઉંચકતા ટપોરીઓ સામે પોલીસ લાચાર બની છે. જેમાં બિચ્છુ ગેંગનાં ટપોરીની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં કુખ્યાત બિચ્છુ ગેંગનો વડોદરા પોલીસને પડકાર છે. જેમાં બિચ્છુ ગેંગનાં સુલતાને સેન્ટ્રલ જેલ સંકુલમાં રીલ બનાવી છે. રીલ બનાવનાર સુલતાન કુખ્યાત અસ્લમ બોડિયાનો અંગત છે. જેમાં ડોન સ્ટાઇલમાં રીલ બનાવી વડોદરા પોલીસને ચેલેન્જ ફેંકી છે. જેલ સાથે સંકળાયેલી રીલ વાયરલ થતાં પોલીસ વધુ તપાસમાં લાગી છે. અગાઉ પોલીસ મથકનાં લોક અપમાંથી રીલ બનાવી હતી.

[[$alsoread]]

બિચ્છુ ગેંગના સુલતાનને જેલમાંથી 15 દિવસની પેરોલ મળી હતી

બિચ્છુ ગેંગના સુલતાનને જેલમાંથી 15 દિવસની પેરોલ મળી હતી એ સમયે એના અન્ય સાગરીતોને જેલની બહાર બોલાવ્યા હતા. અને ગેટની બહાર આવતા સુલતાન સાગરીતોને ભેટ્યો હતો. અને રીલ ઉતારી હતી એ સમયે આજ માન લીયા કી કુત્તો કી ઔકાત શેરકે આને સે પતા ચલતી હૈ, ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા સુલતાને અગાઉ પોલીસ મથકના લોકઅપમાંથી વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. જેમાં પાછળ મહિલા પોલીસ કર્મી નજરે પડે છે એ સમયે ડાયલોગ વાગે છે ઈલાકા અપુન કા કાનૂન અપુન કા, કાટ ડાલેગે પોલીસ મથકમાં આવો વીડિયો ઉતારી ધમકીના ડાયલોગની પોલીસે ગંભીર નોંધ લીધી છે.

  • Follow us on: