ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આજે ધરતી પર પરત ફર્યા. 9 મહિનાના અંતરિક્ષ સફર બાદ નાસાના અભિયાનમાં સામેલ સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતરાણ કરતાં આજે દુનિયા સહિત ગુજરાતના લોકોમાં આનંદની લાગણી છવાઈ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના તમામ મંત્રીઓએ સુનિતા વિલિયમ્સની કામીગીરીની પ્રશંસા કરતા તેમના સ્વાસ્થ્ય અંગે શુભકામના આપી.


દેશની દીકરીએ ગૌરવ વધાર્યું

સુનિતા વિલિયમ્સ અંગે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ‘ગુજરાત અને દેશની દીકરી હોવાથી ગૌરવની લાગણી’થઈ રહી છે. ‘લાંબા સમયથી અંતરિક્ષમાં ફસાયા બાદ સુનિતા વિલિયમ્સ ધરતી પર ઉતર્યા’ છે. અને એટલે જ પૃથ્વી પર સફળ ઉતરાણ કર્યા બાદ આગામી દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરું છું. આ ઉપરાંત નાસાના આ અભિયાનમાં હંમેશા તેમની સાથે રહેલ તેમના સાથીના વુલમોર બિચના પણ સારા સ્વાસ્થ્યની કામના કરું છું.

સુનિતા વિલિયમ્સ પર દેશને ગર્વ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુનિતા વિલિયમ્સની ભરપૂર પ્રસંશા કરી. તેમણે કહ્યું કે આપણી દિકરીએ ગુજરાત જ નહીં દેશનું નામ રોશન કર્યું છે. સુનિતા વિલિયમ્સનું ધરતી પર સફળ લેન્ડિંગ એ એક સુખદ ઐતિહાસિક ઘટના જ કહી શકાય. આગામી દિવસોમાં અનેક લોકો માટે સુનિતા વિલિયમ્સ પ્રેરણા બની રહેશે. ‘મહેસાણાના પંડ્યા પરિવારની દીકરી પરત ફરી’ એ જોઈ ખુબ આનંદની લાગણી થાય છે. 9 મહિના જેટલા લાંબા સમય સુધી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં રહ્યા. અમે અંતરિક્ષમાં રહ્યા તેના દ્રશ્યો પણ જોયા છે. સુનિતા વિલિયમ્સ પર દેશને ગર્વ છે. સુનિતા વિલિયમ્સે અદભુત સાહસ બતાવી નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભારતની બેટીએ વિશ્વમાં દેશનું નામ રોશન કર્યુ

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અવકાશયાત્રી સુનિતાની ભરપૂર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સુનિતા વિલિયમ્સનું ધરતી પર ઉતરાણ આપણા તમામ માટે આનંદ સાથે ગૌરવની વાત છે. ‘ગુજરાત અને ભારતની બેટીએ વિશ્વમાં દેશનું નામ રોશન કર્યુ’.‘ગુજરાતની બેટી ઉપર એક એક ગુજરાતીને ગર્વ છે’.ગુજરાતની બેટીને સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવું છું.

નારી શક્તિનો આપ્યો સંદેશ

રાજ્ય શિક્ષણમંત્રીએ પણ સુનિતા વિલિયમ્સના સાહસની પ્રશંસા કરતા કહ્યું કે ઝુલાસણ ગામની દીકરીએ દુનિયામાં ભારતનો ડંકો વગાડયો છે. અંતરિક્ષમાં આટલો બધો સમય રહી તેમણે દુનિયાને નારી શક્તિ અને સશકત હોવાનો સંદેશ આપ્યો છે. આજે તેમનું આ સાહસ જોઈ કલ્પના ચાવલાની યાદો તાજી થાય છે. અને એટલે આજે કલ્પના ચાવલાને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરું છું.


  • Follow us on: