- મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી ગંગાજળ સમાન
- સૂર્યનું ભ્રમણ 17 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી રહેશે
- શ્રીયંત્ર ઉપર મઘાના પાણીનો અભિષેક દરિદ્રતા દૂર કરશે
વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબ જ મહત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે મઘા કે બરસે, માતુ કે પરસે એટલેકે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબ જ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘાના મોંઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
ફાયદા: આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી.
આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.
એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે.
સૂર્ય એક નક્ષત્રમાં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ 17 ઓગસ્ટે બપોરે 1:18 થી 30 ઓગસ્ટે રાત્રીના 9:18 સુધી મઘા નક્ષત્રમાં રેહશે. તો આ 14 દિવસના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14 દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘાનો મોંઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રોમાં સીધો જ ભરાઈ જાય.
હવે આ પાણીનો ઉપયોગ શું શું કરી શકાય ?
આખોના કોઈ પણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય. પેટના કોઈ પણ દર્દમાં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે.
આધ્યાત્મિક બાબતે મઘાના પાણીનો ઉપયોગ શું ?
વર્ષ ભર સુધી ગંગા જળની માફક તેનો ઉપયોગ કરી શકાય મઘાના પાણીથી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે. જે ગંગાજળ અર્પણનું ફળ આપે છે. શ્રી સુકતમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાઈ થાય છે. આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવીની પૂજા અભિષેકમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ 14 દિવસમાં જેટલો મઘાના વરસાદી પાણી સંગ્રહ કરી શક્ય તેટલો સંગ્રહ કરવો કેમકે મઘાનો વરસાદ મોંઘો છે