દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સુરતમાં પોલીસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સુરત ઉપરાંત સુરત રેન્જ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સુરત પોલીસ કમિશ્નર અનુપનસિંહ ગેહલોત તેમજ રેન્જ IG પ્રેમવીરસિંગ સહિત જોઈન્ટ CP, DCP, ACP PI સહિતના અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.


[[$googlead]]

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, 1000 વર્ષ પહેલાં એક વાક્ય પ્રચલિત થયું હતું કે અવંતીમાં હોય તો પાટણમાં કેમ નહીં? રાજા સિદ્ધરાજ સોલંકીના વિજય પછી વિક્રમ સંવતની શરૂઆત થઈ. ત્યારબાદ વેપાર કે પછી સારા મુહૂર્તની શરૂઆત વિક્રમ સંવતના કેલેન્ડરની મદદથી કરતા હોઈએ છે. 2081ના સંવતના નૂતન વર્ષની હું સૌ પોલીસ અધિકારીને શુભકામના આપું છું. આજે રૂટિન વ્યવસ્થાઓમાંથી વિક્રમ સંવતની સમજ ઓછી થઈ રહી છે. PCથી લઇને CP સુધી આપણે આપણા પરિવારની વયસ્થામાં વધુમાં વધુ કઇ બાબત ઉમેરી શકીએ તેની ચિંતા કરવી જોઈએ.

પોલીસ જ્યારે રાત્રે ઘરે જાય ત્યારે તેની સાથે બનેલા આખા દિવસની ઘટના ન લઈ જાય તે આપણે જોવું જોઈએ. પોલીસ ઘરે આવ્યા બાદ સામાન્ય નાગરિકની જેમ જીવન જીવી શકે તે દિશામાં આપણે સ્ટાફને ટ્રેનીંગ આપવી જોઈએ. અલગ અલગ જગ્યા પર અલગ અલગ માધ્યમથી પોલીસ પોઝિટિવ થીંકીંગ તરફ આગળ વધે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. ગઈ કાલે એક સૂચન કરતા જ સુરત પોલીસ અનાથ આશ્રમના બાળકોને વૃદ્ધશ્રમના લોકોને મળવાના કામે લાગી અને તેનાથી હજારો ચહેરા પર સ્મિત આવ્યું.

[[$alsoread]]

સામાજિક દુષણોને દૂર કરવાનું કામ નવા વર્ષમાં કરવાનું છે

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, લોકોની સામાજિક સમસ્યા દૂર કરવા માટે આપણે ગંભીરતાથી કામગીરી કરવી જોઈએ. સામાજિક અનેક સમસ્યાના અમુક કામ એવા છે કે સમય અનુસાર એક્શન ન લેવામાં આવે તો એક વ્યક્તિને બચાવવામાં સામેના આખા પરિવાર મુશ્કેલીમાં મુકાય છે. રોમિયોની હેરાનગતિમાં કોઈના પણ માતા પિતા પોલીસ કમિશનર કે હોમ મિનિસ્ટર સુધી પહોંચવા ન જોઈએ. પોલીસે જ દીકરા તરીકે તાત્કાલિક જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ. બુકમાં લખાયેલા કાયદાની સાથે સમાજમાં લખાયેલી બાબતોનું પાલન થવું જોઈએ. તમે ગમે એટલા સારા કામ કરો ત્યા એક વખત બનેલી ઘટના રિપીટ થાય તો કામગીરીનો મતલબ નથી. એકની એક ઘટના વારંવાર બને તો માત્ર PI, PSI કે કોન્સ્ટેબલ નહીં પણ ઉપરી તમામ અધિકારી જવાબદાર છે. એક પણ કલંકરૂપ ઘટના ન બને તે સંકલ્પ લઈને આપણે નવા વર્ષની શરૂઆત કરવાની છે.

  • Follow us on: