• BJP લઘુમતી નેતા જમીલ બિરયાનીનો પુત્ર ઝડપાયો
  • 35 લાખના ડ્રગ્સ કેસમાં રેહાન બિરયાની ઝડપાયો
  • રેહાનને કપલેથા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો

સુરતમાં ભાજપ નેતાનો પુત્ર MD ડ્રગ્સ કેસમાં ઝડપાયો છે. જેમાં BJP લઘુમતી નેતા જમીલ બિરયાનીનો પુત્ર ઝડપાયો છે. રૂપિયા 35 લાખના ડ્રગ્સ કેસમાં રેહાન બિરયાની ઝડપાયો છે.રેહાનને કપલેથા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો છે. ઉધના દરવાજા વિસ્તારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. અગાઉ ડ્રગ્સ કેસમાં હિન્દૂ વાહિનીનો નેતા ઝડપાયો હતો.

આઇસ્ક્રીમ પાર્લરની આડમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા

આઇસ્ક્રીમ પાર્લરની આડમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા. ઉધના દરવાજા વિસ્તારમાંથી રૂપિયા 35 લાખનું MD ડ્રગ્સ પકડવાનો મામલો સામે આવ્યો છે. તેમાં MD ડ્રગ્સ પ્રકરણમાં BJP લઘુમતી નેતા જમીલ બિરયાનીનો પુત્ર રેહાન ઝડપાયો છે. SOG પોલીસે રેહાનને ક્પલેથા ચેક પોસ્ટ પરથી ઝડપી પાડ્યો છે. અગાઉ હિન્દૂ વાહિની નેતા વિકાસ આહીર અને અન્નુ ઝડપાયા હતા. આરોપી શહેરમાં વિકાસ આઈસ્ક્રીમ પાર્લરની આડમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો.

રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા આરોપીઓ પણ સક્રિય થયા

રાજ્યમાં ડ્રગ્સનું દુષણ સરકાર માટે માથાનો દુ:ખાવો બનતો જાય છે. કારણ કે, રાજ્યનાં દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા આરોપીઓ પણ સક્રિય થયા છે. જો કે, તાજેતરમાં સુરતમાં SOGએ ડ્રગ્સ વેચાણની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો. આઇસ્ક્રીમની દુકાનમાં સર્ચ ઓપરેશન કરીને SOGની તપાસમાં આઇસ્ક્રીમમાં ડ્રગ્સ અપાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. સર્ચ ઓપરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSLની ટીમ પણ સાથે ગઇ હતી.

પોલીસ દ્વારા આરોપી વિકાસ આહિરની ધરપકડ કરવામાં આવી

સુરત એસઓજી ટીમને બાતમી મળી હતી કે વિકાસ આહિર આઇસ્ક્રીમની દુકાન ધરાવે છે, જ્યાં આઇસ્ક્રીમમાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે. આ બાતમીનાં આધારે સુરત SOG દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSL ની ટીમને સાથે રાખી આરોપી વિકાસ આહિરની આઇસ્ક્રીમની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરમિયાન, આઇસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી વિકાસ આહિરની ધરપકડ કરવામાં આવી હતી.


  • Follow us on: