સુરતમાં કારમાં બ્લાસ્ટ થતા વેપારીનું મોત નીપજ્યું. સચિન - મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થયો. આભવાના વેપારી દીપક પટેલનું મોત નીપજ્યું. બ્લાસ્ટ બાદ કારમાં આગ લાગી હતી. 


[[$googlead]]

સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વિચિત્ર કહી શકાય તે રીતે કારમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. આગ લાગવાની સાથે કારમાં બ્લાસ્ટ થયો હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે. કારમાં આગ એટલી પ્રચંડ હતી કે યાર્નના વેપારીનું મોત નીપજ્યું હતું. યાર્નના વેપારી દીપક પટેલનું મોત નીપજ્યું હતું.

આગ પર કાબુ મેળવાયો

[[$alsoread]]

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી. હાલ સમગ્ર આગને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કાર સીએનજી નહોતી

ફાયર ઓફિસરે કહ્યું કે, અમને જ્યારે કોલ મળ્યો અને ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે 85 ટકા જેટલી કાર સળગી ગઈ હતી. પરંતુ અમે આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, બળીને ખાક થઈ ગઈ હતી. કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આભવા ગામના દીપક પટેલનો મૃતદેહ હતો. કાર પેટ્રોલ અથવા ડીઝલ હોવાનું અનુમાન છે. સીએનજી નહોતી. લાલ કલરની સ્વીફ્ટ કાર હતી. હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.


  • Follow us on: