• પૂર્વ પત્નીને HIV ગ્રસ્ત યુવકનું ઇન્જેક્શન આપ્યું હતું
  • નાનપુરાની લેબમાં પોલીસની તપાસ યથાવત
  • હેવાન પૂર્વ પતિ શંકર મોહન કામલે હાલ બે દિવસના રિમાન્ડ ઉપર

પૂર્વ પત્નીને HIV પેશન્ટનું લોહીવાળું ઇન્જેકશન મારવાની વિકૃત કરતૂત કરનારા રાંદેરના યુવકના પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી નાનપુરાની ખાનગી લેબમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાં માહિતી સામે આવી છે કે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને ગુનાને અંજામ આપ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે ચોકબજાર વિસ્તારમાં રહેતી 30 વર્ષની ત્યકતાને તેના 35 વર્ષના પૂર્વ પતિ શંકર મોહન કામલેએ તેણીના થાપાના ભાગે ઇન્જેકશન મારી દીધું હતું. આ ઇન્જેકશનના કારણે ચક્કર આવતાં હોવાની ફરિયાદ રાંદેર પોલીસને કરતાં પોલીસે મહિલાને સિવિલ લઇ ગઇ હતી. 15 વર્ષ પહેલાં તેમણે શંકર કામલે સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

[[$googlead]]

ગત રવિવારે બપોરે 3 વાગ્યે શંકર ફોન કરીને ઘરે આવ્યો હતો અને વાતચીત કરવાના બહાને સાંજ સાત વાગ્યે રાંદેર કોટ્યાકનગર પાસે રાયન ઇન્ટરનેશન સ્કૂલની ગલીમાં લઇ ગયો હતો.

[[$alsoread]]

અહીં ભેટવાના બહાને જાંઘ ઉપર ઇન્જેકશન મારી દીધું હતું. રાંદેર પોલીસે તુરંત એકશનમાં આવી આરોપી શંકરને પકડી લીધો હતો. તેણે પૂર્વ પત્નીને HIV પેશન્ટનું લોહીવાળું ઇન્જેકશન મારી દીધાની કબૂલાત કરી હતી. પત્નીએ છૂટાછેડા આપી દીધા હોઇ બદલો લેવા ક્રાઇમ પેટ્રોલ સિરિયલ ઉપરથી દુષ્પ્રેકિત થઇ આ કૃત્ય કર્યાની તેને કબૂલાત કરી હતી. રાંદેર પોલીસે આરોપી શંકરના 2 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. તેને એચઆઇવીના લોહીનું સેમ્પલ નાનપુરા સ્થિત લેબોરેટરીમાં કામ કરતાં મિત્ર પાસેથી મેળવ્યાની કબૂલાત કરતાં રાંદેર પોલીસે તે લેબોરેટરી ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી. 

  • Follow us on: