સુરતના ઉતરાણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી. રેડ દરમિયાન 9 જેટલા ગ્રાહકો ઝડપાયા. રેડ દરમિયાન થાઈલેન્ડની 7 યુવતી ઝડપાઈ. છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં દેહવ્યાપાર ચાલતો હતો. પાકી બાતમીના આધારે ઉત્રાણ પોલીસ દ્વારા તમામને ઝડપી પાડ્યા.
સુરતમાં વિદેશી લલનાઓ પાસે કરાવાતો હતો દેહવ્યાપાર
સુરતના કેફે, સ્પા, હોટલો દેહવ્યાપારના અડ્ડા બની ગયા છે. સ્પા અને કેફે બાદ સુરતના સારોલી વિસ્તારની હોટલમાંથી કુટણખાનું પકડાયું હતું. વિદેશી મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. સારોલી પોલીસે ગ્રાહકો ઝડપ્યા અને 4 વિદેશી યુવતીઓને છોડાવી છે.
કઢંગી હાલતમાં મળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીને આધારે સારોલી પોલીસે સારોલી ગામના ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટેલમાં રેઈડ કરી હતી. હોટલના માલિક તેમની હોટલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી કુટણખાનું ચલાવી રહ્યાં હતાં. પોલીસ પહોંચી ત્યારે ત્યાં ઓમકાર હોટલનો સંચાલક કિશન હિરાલાલ માહતો તથા ગ્રાહક સતીષ જયસુખ સુહાગીયા, રાકેશ રમેશ વાડદોરીયાનાઓ મળી આવ્યા હતા. ગ્રાહકો વિદેશી મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ
કિશન હીરાલાલ માહતો (હોટલનો મેનેજર)
તપન મૈતી (હોટલનો કર્મચારી)
ગ્રાહકો સતીષ સુહાગીયા રાકેશ વાડદોરીયા.









