સુરતમાં આવેલા VNSGUની પરીક્ષામાં 114 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં 46 કોપી કેસ નોંધાયા છે. કોમન યુનિ. એક્ટના નિયમ મુજબ આ તમામ વિદ્યાર્થીઓને સજા અને 2500થી 10 હજાર સુધી નાણાકીય દંડની જોગવાઈ થશે.
સુરતની VNSGUની પરીક્ષામાં હવે ગેરરીતી કરનાર વિદ્યાર્થીઓ સામે નિયમો કડક કરવામાં આવ્યા છે. સાથે જ દંડની રકમ પણ ચાર ગણી કરી દેવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમ, બીએ અને બીએસસી સહિતના પ્રોગ્રામની એટીકેટીની પરિક્ષામાં ગેરરિતી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, વીર નર્મદ યુનિવર્સીટીની પરીક્ષામાં 114 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે. સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં 46 કોપી કેસ નોંધાયા છે.













