સુરતમાં ગુનાખોરી અને હત્યાના બનાવો ખૂબ જ વધી ગયા છે. અવારનવાર સુરતમાં હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં પોલીસ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરતી હોય છે. તો સુરતના અલથાણમાંથી સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેની લીધે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.જે મામલે પોલીસે તપાસ આદરી હતી અને 2 આરોપીઓને મર્ડર કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.
સુરતમાં હત્યાનો મામલો
મળતી માહિતી મુજબ સુરતના અલથાણમાંથી સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા થઈ હતી. 2 આરોપીઓએ 3 કરોડની ખંડણી વસૂલવા માટે 12 તારીખના રોજ સિકયુરિટી એજન્સીના માલિકનું અપહરણ કર્યું હતું. જે બાદ આરોપીઓએ તેને ઉન ભીંડી બજારમાં લઇ જઇ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા.પોલીસે હત્યાનો ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ઉંડી તપાસ બાદ તેઓે બિહારથી ઝડપી લીધા હતા.
આરોપીઓ બિહારથી ઝડપાયા
ઘટનાની માહિતી મુજબ આરોપી રિક્ષાચાલક રાશિદ અન્સારી અને તેના માસીયાઈ ભાઈ મન્સુર અન્સારીએ સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા કરી હતી. ત્યારબાદ લાશના બે ટુકડા કરી નાખ્યા હતા . ત્યારબાદ 2 આરોપીઓએ મોપેડ પર લઇ જઈને લાશને લીંબાયત મીઠી ખાડીમાં ફેંકી દીધી હતી. તો 13 તારીખના રોજ પોલીસ સાથે અપહરણ મામલે વાત પણ કરી હતી. જે બાદ આરોપીઓ 2 દિવસ પછી તેના વતન બિહાર ભાગી ગયા હતા. જેમને અલથાણ પોલીસે બિહારથી ઝડપી પાડીને વધુની કાર્યવાહી હાથ ધરી હતી.









