પુણામાં 23 વર્ષીય ટ્યૂશન શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગઇ હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં પુણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતાં તર્કવિતર્ક સર્જાયું છે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શિક્ષિકાની શોધખોળ શરૂ કરી છે.

[[$googlead]]

પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી
યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં ૨૩ વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના વિધાર્થીને ભગાવી જતાં ચકચાર મચી છે. આ સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતાં મામલો ગંભીર બન્યો છે. પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધમાં જોતરાયા છે. સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતાં મામલો વધુ પેચીદો બન્યો છે.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પુણામાં એક જ વિસ્તારમાં રહેતાં બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા.

પોલીસને શંકા છે કે શિક્ષિકા ઉત્તર ગુજરાત તરફ ગઈ હશે
ડી.સી.પી આલોકકુમારે જણાવ્યું હતું કે મામલો ગંભીર હોઇ પુણા પોલીસની બે ટીમ તથા કાપોદ્રાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. બૂક માય ટ્રિપથી આ શિક્ષિકાએ ટર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડા ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઇને જતી દેખાઈ હતી. બીજા દિવસે બાળકને પણ લઇ ગઇ હતી. શિક્ષિકા ફરવા જવા માગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઇ હોય તેવું બની શકે. જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે.

શિક્ષિકાનો ફોન બંધ થયો
૧૧ વર્ષીય પુત્ર ૨૫ મી એ બપોરે ઘર બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઈ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી ૨૩ વર્ષીય યુવતી તેને ભગાવી જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઈ હતી તેનાં માતા-પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યું હતું અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું.૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢયું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી.
  • Follow us on: