સુરતમાં આવેલા ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર છ પૈકીના ચાર આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. જે ચાર આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી. સુરત DCB અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી. સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર. દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફીસ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ઓફિસના કાંચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘુસી ગઈ હતી. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતીદેતી હોવાની વાત.













