સુરતમાં એક સાથે 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે. મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ રાજીનામા આપતા હડકંપ મચી જવા પામ્યો છે. ઓછા પગાર, અપૂરતા સાધનોથી કંટાળીને ડોક્ટરોએ રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલ છોડી ડોક્ટરોની ખાનગી ક્ષેત્ર તરફ આગળ વધવાની ઈચ્છા દર્શાવી છે. બે દિવસ અગાઉ પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું.


સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે 6 ડોક્ટરોએ આપ્યું રાજીનામું

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે. બે દિવસ પેહલા પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ લીધી હતી. ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગાર, અપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો હોવાનું કહેવામાં આવ્યું છે.

અપૂરતા સાધનોથી કંટાળી ડોક્ટરોએ આપ્યા રાજીનામા

સાથે જ જણાવવામાં આવ્યું છે કે, આ તમામ પરિસ્થિતિના કારણે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાત સ્મીમેર હોસ્પિટલમાં સુવાધાઓનો આભાવ છે. સ્મીમેર હોસ્પિટલ આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરી રહ્યું છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટરના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે.



  • Follow us on: