સુરતમાં ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસને વેપારીએ આપઘાત પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં આ વેપારીએ પૂર્વ પત્ની અને મિત્રોએ આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉતરાણ પોલીસે પૂર્વ પત્ની અને 11 મિત્રો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
પોલીસે વેપારીના આપઘાત કેસમાં પૂર્વ પત્ની શીતલ રાઠવા સહિત બે લોકોની ધરપકડ કરી છે. જેમાં નવસારીના આરોપી મોહસીન ઉર્ફે ટાઈગર હનીફભાઈ મેમણની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉતરાણ પોલીસે બાકીના 10 આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે મૃતકે આપઘાત કર્યો તે પહેલા તેણે બનાવેલા ત્રણ વીડિયો પણ કબજે કર્યા છે.
પત્ની અને મિત્રોએ માર મારતા આપઘાત કર્યો
સુરતમાં ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીને તેની પૂર્વ પત્ની અને મિત્રોએ માર મારતાં આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. વેપારીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે, તેની પૂર્વ પત્ની શિતલ અને 11 મિત્રોએ તેને માર મારીને આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકે વીડિયો અને સ્યુસાઈડ નોટમાં પૂર્વ પત્નીએ દગો આપ્યાની પણ વાત કરી હતી.









