સુરતના ડાયમંડ ઉદ્યોગમાં વેકેશનનો સમયગાળો ઓલમોસ્ટ પુરો થઇ ગયો છે અને બજારના કામકાજ યથાવત ચાલું થઇ ગયા છે. જોકે સુરતમાં મંદીના માહોલ વચ્ચે હીરાઉદ્યોગમાં આંશિક તેજી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિસમસના ઓર્ડરોને લીધે હીરાની નિકાસ વધી છે. કટ-પોલિશ્ટડ હીરાની નિકાસમાં વધારો થતા હીરા ઉદ્યોગકારોને ઓક્સિજન મળ્યાની અનુભૂતિ થઇ રહી છે.
'ડાયમંડ સિટી' તરીકે સુરત વિશ્વભરમાં ખ્યાતનામ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સુરતનાં હીરાની સારી એવી માગ છે. સુરતમાંથી પોલિશ કરેલા હીરા આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. જો કે, માગ ઘટતા સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીનો દોર પણ જોવા મળ્યો હતો. જેના કારણે હીરા કારીગર, અને ડાયમંડ વેપારીઓને ખૂબ જ માઠી અસર પડી છે. છેલ્લા 8-9 મહિનામાં 50 હજારથી વધુ હીરા કારીગરોએ નોકરી ગુમાવી હતી. જોકે ક્રિસમસના ઓર્ડરોને લીધે કટ-પોલિશ્ટડ હીરાની નિકાસમાં વધારો થયો છે, જેના પરિણામે ડાયમંડની નિકાસમાં 11.32 ટકાનો વધારો થયો છે. સુરતમાં મંદીના માહોલ વચ્ચે હવે હીરાઉદ્યોગમાં આંશિક તેજીનો માહોલ છવાયો છે.
સુરતમાં હીરાઉદ્યોગમાં આંશિક તેજી
- મંદીના માહોલ વચ્ચે હીરાઉદ્યોગમાં આંશિક તેજી
- ક્રિસમસના ઓર્ડરોને લીધે હીરાની નિકાસ વધી
- કટ-પોલિશ્ટડ હીરાની નિકાસમાં વધારો
- હીરા ઉદ્યોગકારોને ઓક્સિજન મળ્યાની અનુભૂતિ
- ડાયમંડની નિકાસમાં 11.32 ટકાનો વધારો
- 5 મહિનાની તુલનામાં હીરામાં એક્સપોર્ટ વધ્યું
- ઓક્ટોબરમાં સૌથી વધુ હીરાનું એક્સપોર્ટ થયું
- ગત વર્ષની તુલનામાં આ વર્ષે એક્સપોર્ટમાં વધારો
- GJEPC રિપોર્ટમાં 12.39%નો વધારો નોંધાયો
- 2023 ઓક્ટોબરમાં 10,495 કરોડનું એક્સપોર્ટ થયું
- 2024 ઓક્ટોબરમાં 11,795.83 કરોડનું એક્સપોર્ટ
- સ્ટેટ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 17%નો વધારો
5 મહિનાની તુલનામાં હીરામાં એક્સપોર્ટ વધ્યું છે. ડાયમંડની નિકાસમાં 11.32 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ હીરાનું એક્સપોર્ટ થયું હતું. ગત વર્ષની તુલનામાં આ વર્ષે એક્સપોર્ટમાં વધારો જોવા મળ્યો છે. GJEPC રિપોર્ટમાં 12.39%નો વધારો નોંધાયો હતો. 2023 ઓક્ટોબરમાં 10,495 કરોડનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે 2024 ઓક્ટોબરમાં 11,795.83 કરોડનું એક્સપોર્ટ થયું છે. સ્ટેટ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 17%નો વધારો નોંધાયો છે.