સુરત જિલ્લા ના માંડવી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો.
આજથી રાજ્યભરમાં યોજાઇ રહેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ સુરત જિલ્લા માં પણ યોજાનાર છે. જે અંતર્ગત સુરત જિલ્લા માંડવી ખાતે નગરપાલિકા મેદાન રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. રવિ કૃષિ મહોત્સવ થકી રાસાયણિક કૃષિથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર થતી હોય ખેડૂતોને ઇકો- ફ્રેન્ડલી પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે એમ કહી તેમણે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો પણ ઓછો થતો હોવાથી ખેડૂતોને વધુ આવક મળી રહેવા દાવો કરાયો હતો.













