એસીબીને આધારભૂત માહિતી મળી હતી કે સુરત DILR કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડીસ્ટ્રીક ઈન્સપેકટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ સામે મિલકત તપાસવામાં આવી હતી જેમાં વાત સામે આવી કે તેમની પાસેથી 128.75 ટકાની વધુ મિલકતો મળી આવી છે.
પરિવારજનોના નામે લીધી મિલકતો
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,વિવિધ રીતે ભ્રષ્ટ્રાચાર કરીને પરિવારજનોના નામે મિલકતો લીધી હોવાની વાત સામે આવી છે.પ્રાથમિક રીતે આવક રૂપિયા 56,96,102 ના પ્રમાણમાં પોતાના તથા પરિવારજનોના નામે કુલ રોકાણ 1,30,99,282 રૂપિયાનું કરેલું છે.પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂપિયા 73,33,658 લાખની વધુ સંપતી વસાઈ હતી તેવું તપાસમાં સામે આવ્યું છે.આ કેસમાં અધિનિયમ 1988ની કલમ 13 (1 ) ( ઈ) તથા ભ્રષ્ટાચારની અધિનિયમન સુધારા-2018ની કલમ 13 ( 1 ) (બી ) તથા 13 ( 2 ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.













