• શરીરની અંદર કેપ્સુલના માધ્યમે લાવ્યો ગોલ્ડ
  • રૂપિયા 36 લાખથી વધુની ગોલ્ડ કેપ્સુલ લાવ્યો
  • ગઇકાલે 25.26 કરોડનું 99 ટકા શુદ્ધ સોનુ ઝડપ્યું

સુરતમાં સ્મગલિંગનો વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં સુરત એરપોર્ટ પરથી ગોલ્ડ કેપ્સુલ પકડાઇ છે. તેમાં અફસાર એહમદ નામનો ઈસમ શરીરની અંદર કેપ્સુલના માધ્યમે ગોલ્ડ લાવ્યો હતો. જેમાં રૂપિયા 36 લાખથી વધુનું ગોલ્ડ પકડાયુ છે.

અમદાવાદ કસ્ટમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે

ગોલ્ડ સ્મગલિંગ કરતો ઇસમ પકડાયો છે. તેની પાસેથી 603.20 ગ્રામ ગોલ્ડ પકડાયુ છે. ત્યારે અમદાવાદ કસ્ટમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સુરતમાં DRIએ પણ દાણચોરીથી 48.20 કિલો સોનાની હેરાફેરી પકડી છે. જેમાં સ્મગલિંગ કરનાર ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. DRIએ સુરત એરપોર્ટ બહારના સ્ટાફની ધરપકડ કરી છે. તેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શારજહાથી સોનુ લવાતુ હતુ.

મુસાફર પાસેથી 25.26 કરોડનું 99 ટકા શુદ્ધ સોનુ ઝડપ્યું

મુસાફર પાસેથી 25.26 કરોડનું 99 ટકા શુદ્ધ સોનુ ઝડપ્યું છે. દાણચોરીના ઈરાદે 5 બ્લેક બેલ્ટમાં સોનુ છુપાવ્યુ હતું. તેમાં ઈમિગ્રેશન પહેલા શૌચાલયમાં સોનુ છુપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRIએ કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.  

  • Follow us on: