• એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગને હાલ જ રિ ડેવલોપ કરાઈ છે
  • બીજી તરફ કબુતરોનું ઘર બની ગયું ટર્મિનલ બિલ્ડિંગ
  • સ્માર્ટ સીટી નંબર શહેરના એરપોર્ટમાં ઉડે છે કબૂતર

સુરત એરપોર્ટ બન્યું ત્યારથી કોઈના કોઈ પ્રકારના વિવાદ ચાલી રહ્યા છે. જેમાં ક્યારેક પશુઓ એરપોર્ટમાં પ્રવેશ કરી જાય છે. તો ક્યારેક રનવે પર પક્ષીઓનો ત્રાસ જોવા મળતો હોય છે. આ વચ્ચે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં તૈયાર થવા સાથે જ વિવાદમાં આવી રહ્યું છે.

હાલમાં સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગને હાલ જ રિ ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે બીજી તરફ કબુતરોનું ઘર બની ગયું ટર્મિનલ બિલ્ડિંગ. જેમાં મોટી સંખ્યામાં કબૂતરો ટર્મિનલ બિલ્ડિંગમાં જોવા મળી રહ્યા છે.

[[$googlead]]

એટલું જ નહીં આ કબૂતરો ગમે ત્યારે રનવે પર જઈને પણ મુશ્કેલી વધારી શકે છે. તેમજ સ્માર્ટ સીટી નંબર વન શહેરના એરપોર્ટમાં કબૂતર ઉડે છે. જેના કારણે પ્રવાસીઓને પણ ઘણી વખત હેરાનગતિનો સામનો કરવો પડે છે. તેમજ પક્ષીઓને દૂર કરવા માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.

[[$alsoread]]


  • Follow us on: