સુરતની નવી સિવિલ હોસ્પિટલની લાલીયાવાડી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલનાં ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગે બેદરકારી માટે તમામને ખખડાવ્યા હતા.
આરોગ્ય વિભાગે બેદરકારી માટે તમામને ખખડાવ્યા
સુરતમાં રાજ્ય આરોગ્ય વિભાગની ટિમ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ધાંધિયા જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓ જાતે વિહિલ ચેર ખેંચતા જોવા મળ્યા હતા. તબીબી અધિકારીની બેઠકમાં અધિકારી અને ડોકટર સહિતોની કામગીરી બાબતે બરાબર તમામને ખખડાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ડીસામાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. સિવિલ હોસ્પિટલમાં એસી અને પંખા બંધ હાલતમાં હોવાનો દર્દીઓએ આક્ષેપ કર્યો હતો. ઉનાળાની ભર ગરમીએ દર્દીઓ ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા. ત્યારે આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને કંઈ જાણ નહી હોવાની વાત પણ સામે આવી હતી.









