સુરતમાં બોગસ બિંલિગ કોભાંડમાં ઝડપાયેલ આરોપીના જામીન કોર્ટ નામંજૂર કર્યા છે. આરોપીએ ભંગારના વેપારમાં બોગસ બિંલિંગમાં ખેલ કરી કરોડોની કમાણી કરી હતી.રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ તપાસમાં બોગસ બિંલિગનું કૌભાંડ સામે આવ્યું હતું. બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરાતા આરોપી જીજ્ઞેશ દેસાઈ હાલ જેલની સજા ભોગવી રહ્યો છે. જેલની સજામાંથી રાહત મેળવવા જીજ્ઞેશ દેસાઈએ જિલ્લા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ના મંજૂર કરી છે.
સ્ક્રેપ કંપની ઉભી કરી કર્યો કરોડોનો કારોબાર
જીજ્ઞેશ દેસાઈએ MS સ્ક્રેપ નામની ભંગારની કંપની ઉભી કરી હતી. સુરત, અમદાવાદ, મુંબઈ અને પુણેમાં MS સ્ક્રેપ કંપની ઉભી કરી હતી અને આ શહેરોમાં 23 પેઢીઓ ચાલતી હોવાનો બનાવટી દસ્તાવેજ રજૂ કર્યા હતા.અને 16 કરોડથી વધુની ITC મેળવી લીધું હતું. ભંગાર કંપનીના નામે 200 કરોડથી વધુના બોગસ બિલ બનાવી સરકારને છેતરી હતી. DGGI દ્વારા 23 બોગસ પેઢીઓના નામે ક્રેડિટ ઉસેટનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં સજા ભોગવી રહેલા આરોપીએ જામીન મુક્તિની માંગ કરી હતી. જેને સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એન.જી.પરમારે નકારી કાઢી હતી.
કૌભાંડીઓ પર સરકારનું સખત વલણ
શહેરમાં કૌભાંડ આચરનાર શખ્સો પર રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. અસમાજિક તત્ત્વો પર લગામ કસયા બાદ હવે કૌભાંડીઓને પણ છોડવામાં નહીં આવે. બોગસ બિલ બનાવી ભંગારના વેપારમાં ₹ 200 કરોડથી પણ વધુનો ખેલ પાડનાર કૌભાંડ પર પોલીસ બાદ કોર્ટે પણ દયા ના દાખવતા જામીનમાં રાહત ના આપી. આરોપી જીજ્ઞેશ દેસાઈએ 23 બોગસ પેઢીઓના નામે ક્રેડિટ મેળવી સરકાર સાથે મોટી છેતરપિંડી કરી હતી. રાજ્ય સરકાર હવે કૌભાંડીઓ પર સખત વલણ અપનાવ્યું છે.
DGGI વિભાગ દ્વારા અગાઉ પણ રાજ્યભરમાં 145 બોગસ પેઢી બનાવી કૌભાંડ આચરનાર પર તવાઈ બોલાવી છે. અન્ય એક ઘટનામાં આરોપીએ ફાઈવ સ્ટારની બોગસ પેઢી બનાવી 88 કરોડના બોગસ બિલ બનાવી 15.88 કરોડનું રિટર્ન લઈ સરકાર સાથે છેતરપિંડી કરી હતી. તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યા બાદ મુરશીદ આલમ મહેબુલ રહેમાન સૈયદની ઉન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.









