સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર જૈન મુનિએ આચરેલા દુષ્કર્મના કેસનો ચુકાદો કોર્ટે આપ્યો છે. સુરત કોર્ટે આરોપી જૈન મુનિને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને સજા પણ ફટકારી છે. સુરત કોર્ટે જૈનાચાર્ય શાંતિસાગરને 25,000નો દંડ અને 10 વર્ષની સજા ફટકારી છે. જૈન મુનિએ વડોદરાની યુવતીને હવસનો શિકાર બનાવી હતી અને દુષ્કર્મ આચર્યુ હતુ, નાનપુરા સ્થિત ટીમલીયાવાડમાં આવેલા મંદિરમાં દુષ્કર્મ આચર્યુ હતુ.
વર્ષ 2017માં દુષ્કર્મ કેસમાં આરોપી દોષિત જાહેર
તમને જણાવી દઈએ કે સુરતમાં વર્ષ 2017માં દુષ્કર્મ કેસમાં આરોપી જૈનાચાર્ય શાંતિસાગર દોષિત જાહેર થયા છે, શાંતિસાગર ઉર્ફે સજનલાલ શર્મા દોષિત જાહેર થયા છે, જેમાં દુષ્કર્મના ગુનામાં અઠવા પોલીસે મહારાજની ધરપકડ કરી હતી અને ગુનો દાખલ થતા પોલીસે જૈન મુનિની ધરપકડ પણ કરી હતી અને જેલવાસ પણ જૈન મુનિએ ભોગવ્યો છે. વડોદરાની શ્રાવિકા યુવતી જોડે દુષ્કર્મ આચર્યુ હતું અને ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દુષ્કર્મ કેસમાં જૈન મુનિને દોષિત ઠેરવ્યા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના?
કેસની વિગત મુજબ ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં નોંધાવતાં આરોપી શાંતિસગારની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી. વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા યુવતીએ પોતાના પરિવાર સાથે સુરત ખાતે ધાર્મિક વિધિ માટે આવ્યા બાદ આરોપી મુનિએ તેને એકાંત રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.









