સુરતમાં અવારનવાર છેતરપિંડીના ઘણા મામલાઓ સામે આવે છે. જેમાં ઠગો વેપારીઓને મોટા લાભની લાલચ આપીને છેતરી લેતા હોય છે. તેવામાં વધું એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સુરત ટેકસ્ટાઈલ માર્કેટના વેપારી પાસેથી કુલ 24.45 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે વેપારીએ છેતરપિંડીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે, આરોપી અશોક શર્મા વેપારી સાથે છેતરપિંડી આચરીને નાસી ગયો હતો. જેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આરોપીને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લીધો હતો.


વેપારી સાથે છેતરપિંડી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટેકસટાઇલ માર્કેટના વેપારી સાથે છેતરપિંડી આચરીને આરોપી ફરાર થઈ ગયો હતો. જેની સામે વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ આરોપીને શોધી રહી હતી. વર્ષ 2021માં આરોપીએ વેપારી પાસે રૂપિયા 24,45,131 લાખનો ગ્રે કાપડનો જથ્થો લઈ ફરાર થઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો

આરોપી પોલીસથી બચવા માટે 3 વર્ષથી ભાગતો ફરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી અશોક બદ્રીપ્રસાદ શર્માને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લઈને તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો.આરોપીને ઝડપીને તેની સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ સુરતમાં છેતરપિંડી અને લૂંટના ઘણા બનાવો બન્યા છે. જેમાં આવા લેભાગુ તત્ત્વો વેપારીઓને છેતરી લઈને ગુનાઓ આચરતા હોય છે. અગાઉ પણ આવી અનેકો ઘટના સુરતમાં બની ગઈ છે.

સુરતમાં છેતરપિંડીની ઘટનાઓ

સુરતમાં સસ્તા સોનાના નામે વરાછાના યુવાન સાથે 89 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.તો બીજી એક ઘટનામાં વીઝાના નામે 95 લાખની છેતરપિંડી કરવાની ઘટના પણ સામે આવી હતી. સુરતના સરથાણામાં વિદેશ જવાના નામે યુવાનને 95 લાખનો ચૂનો લગાવી દેવામાં આવ્યો હતો.


  • Follow us on: