ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં આરટીઈ હેઠળ પ્રવેશ ફાળવવામાં આવ્યાં છે. ત્યારે સુરતમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીનો જીવતો દાખલો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે તપાસ કર્યા વિના જ આરટીઈ પ્રવેશ માટે શાળાની પસંદગી કરી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં દેલાડવા ગામમાં બંધ ખાનગી શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ ફાળવી દેવાયો છે.આ શાળાને બેંક 1.66 કરોડની રિકવરી કાઢીને સીલ મારી દીધું છે.


[[$googlead]]

શાળાની માન્યતા રદ કરવા માટે કમિટી બનાવાઈ

જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે, આ સ્કૂલમાં ઊંડી તપાસ કરાશે. શાળાની માન્યતા રદ કરવા માટે કમિટી બનાવાઈ છે. પહેલી જૂન સુધી શાળા શરૂ નહીં થાય તો માન્યતા રદ કરાશે.આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાશે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ દોષનો ટોપલો સીઆરસી પર ઢોળ્યો છે. તેમણે કહ્યું હતું કે, CRCની નવી ભરતી થઇ હોવાથી તેની ભૂલના કારણે પ્રવેશ આપવામાં આવ્યો છે.

[[$alsoread]]

તપાસ કર્યા વગર જ શાળાને RTE પ્રવેશ માટે પસંદ કરાઈ

સુરતના ડિંડોલી વિસ્તારમાં શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની તપાસ કર્યા વગર જ RTE પ્રવેશ માટે પસંદ કરાઈ છે.શિક્ષણ વિભાગના વહીવટી ગોરખધંધાનો જીવતો દાખલો આ શાળામાં જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગે દેલાડવા ગામ ખાતે આવેલી બંધ પડેલી ખાનગી શાળામાં RTE અંતર્ગત પ્રવેશ ફાળવી દીધો છે. સ્કૂલ સામે બેંક દ્વારા 1.66 કરોડની રિકવરી કાઢી હોઈ શાળાને સીલ મારી દેવામાં આવ્યું છે. પ્રવેશ કન્ફર્મ કરાવવા ગયેલા વાલીને સ્થળ પર બેંકના સીલ અને નોટિસ જ મળી આવી હતી.


  • Follow us on: