યુવાધન સતત નવું નવું કરવા માટે થનગનાટ કરતું હોય છે ચાહે એ નશો હોય કે કંઈક ઔર આવી જ ગેરમાર્ગે દોરાયેલ યુવાપેઢીના કેટલા નબીરા મોઘું ડ્રગ્સ ન મળતા અથવા તો તેમાં પરેશાની થતાં કફ સિરપના રવાડે ચઢ્યું છે. સંદેશ ન્યૂઝના રિઆલિટી ચેકમાં સુરતમાં કફ સિરપની આડમાં નશાની પ્રવૃતિ ધમધમતી હોવાનું સામે આવ્યું છે.
200 જેટલી ખાલી કફ સિરપની બોટલ મળી
ગુજરાતનું યુવાધન અવડા રવાડે ચઢી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દવાઓનો વપરાશળ યુવાનો નશો કરતા હોવાનું ખુલ્યું છે ત્યારે સૌથી સરળ અને સસ્તુ કફ સિરપનું વ્યસન ક્યારે યુવાનોની લાઈફ ખતમ કરી નાંખે છે તે ખુદ યુવાનોને પણ ખબર નથી હોતી. કફ સીરપના નશાનું નવું સરનામું હવે સુરત બન્યું છે. સંદેશ ન્યુઝના રિયાલિટી ચેકમાં ચોકવનારા દ્રશ્યોમાં જોઇ શકાય છે. જેમાં લીંબાયતના યુવાધન કફ સિરપના રવાડે ચડ્યા છે.
નશાખોરો સ્કૂલ પાસે કફ સિરપનો કરતા નશો
લીંબાયત ન.પ્રા.શિક્ષણ સમિતિ સ્કૂલ પાસે ખાલી બોટલો જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નશાખોરો સ્કૂલ પાસે કફ સિરપનો નશો કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ન.પ્રા.શિક્ષણ સમિતિ સ્કૂલમાં 2000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલ પાસેથી 200 જેટલી ખાલી કફ સિરપની બોટલ મળી આવી છે. સ્કૂલ પાસે કફ સિરપનો નશો કરતા નશાખોરો હવે સુરત શહેર SOG અને અન્ય બ્રાન્ચ માટે પડકારરૂપ સાબિત થયો છે.
આટલી મોટી સંખ્યામાં કફ સિરપ ક્યાંથી આવી?
યુવાધન અવડા રવાડે ચઢી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દવાઓનો વપરાશળ યુવાનો નશો કરતા હોવાનું ખુલ્યું છે. રૂ.190ના ભાવે કફ સિરપ વેચાઈ રહી છે ત્યારે હવે સ્થાનિક લીંબાયત પોલીસ ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં કફ સિરપ ક્યાંથી આવી? જેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો સ્થાનિક તંત્ર દ્વારા મધ્યમ અને શ્રમિક વર્ગના વિસ્તારમાં કફ સીરપને લઇ તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થવાની શક્યતા સેવાય રહી છે. હવે આખરે નશાખોરોનો પડકાર સુરત શહેર SOG અને અન્ય બ્રાન્ચ ક્યારે જીલે એ હવે જોવાનું રહ્યું. જો આવી જ વ્યવસ્થામાં યુવાધન ગેરમાર્ગે દોરશે તો આગળનું ભવિષ્ય જોખમી સાબિત થઇ શકે છે તેવું લોકોચર્ચાઇ રહ્યું છે.









