સુરતમાં બોગસ તબીબોની ધરપકડનો સિલસિલો યથાવત છે. ત્યારે સુરત શહેરનાં પાંડેસરા બાદ હવે ખટોદરા પોલીસે વધુ 3 ઝોલાછાપ તબીબ સામે કાર્યવાહી કરી 2 ની ધરપકડ કરી છે.
ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનારા મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે. રાવત અને ઈરફાન હાલ સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. તેમની પૂછપરછમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે. ખટોદરા પોલીસે અલગ-અલગ 3 સ્થળ પર આવેલ ક્લિનિકમાં રેડ પાડી 2 ઝોલાછાપ તબીબની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેય ક્લિનિક પરથી એલોપેથીની દવાનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે.













