સુરતમાં ફરી એક વખત ભીષણ આગની ઘટના બની છે. શહેરમાં આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. આગની ઘટના બાદ હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ છે અને હાલમાં દાખલ કરેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. 


[[$googlead]]

પોલીસે આસપાસના તમામ વિસ્તારને કોર્ડન કરી દીધો

બીજી તરફ આગની ઘટના બાદ હોસ્પિટલમાં હાજર રહેલા દર્દીઓ અને તેમના સગા-વ્હાલાઓને અને હોસ્પિટલના સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં પોલીસે આસપાસના તમામવિસ્તારને કોર્ડન કરી દીધો છે અને ભીડને નિયંત્રણમાં રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આસપાસના રોડ પર લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

[[$alsoread]]

આગ લાગવાની કારણ અકબંધ

તમને જણાવી દઈએ કે હોસ્પિટલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પણ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે અન્ય ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જોકે હાલમાં ફાયર વિભાગ અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને વિગતવાર તપાસ બાદ જ આગનું સાચું કારણ સામે આવશે.

એક્સ-રે વિભાગમાં લાગી આગ

તમને જણાવી દઈએ કે શહેરની મેટાસ એડવેન્ટીસ્ટ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં આગ લાગી હતી. આગ લાગતા જ હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ અને હોસ્પિટલમાં 20 દર્દીઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એક્સ-રે વિભાગમાં આગ લાગ્યા બાદ અન્ય વિભાગમાં આગ પ્રસરી છે. ફાયર જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને હોસ્પિટલની અંદર પ્રવેશ્યા છે. ત્યારે હોસ્પિટલમાં ફાયર NOCને લઈ સવાલ ઉઠ્યા છે. હોસ્પિટલના ડોક્ટર્સે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યુ છે. 

  • Follow us on: