સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની ટીપ્પણીને લઈ વિવાદ વકર્યો છે. 'જલારામા બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને તેમના આશીર્વાદથી વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલે છે' તેવું નિવેદન જ્ઞાનપ્રકાશ સ્વામી આપ્યું છે. જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ લોહાણા સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જ્ઞાનપ્રકાશને જ્ઞાન આવ્યું છે. સ્વામીએ સોશિયલ મીડિયામાંથી વીડિયો ડિલીટ કર્યો છે.


[[$googlead]]

કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માગું છું: જ્ઞાનપ્રકાશ સ્વામી

સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જ્ઞાનપ્રકાશને જ્ઞાન આવ્યું છે. સ્વામીએ સોશિયલ મીડિયામાંથી વીડિયો ડિલીટ કર્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામીએ ભક્તોની માફી માંગી છે અને કહ્યું હતું કે, કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માગું છું, દાલબાટીવાળી વાત તો પુસ્તકમાં લખી છે. આ બધુ અમારા સાહિત્યમાં લખેલું છે.

[[$alsoread]]

જ્ઞાનપ્રકાશ સ્વામીનું શું હતું વિવાદિત નિવેદન?

સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના અવાજમાં વિવાદ સમાયેલો હોય તેવું જણાઈ રહ્યું છે. પહેલા શ્રી હનુમાનજી અને હવે જલારામ બાપા પર વિવાદસ્પદ વાત કરી છે. જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હોવાનો જ્ઞાનપ્રકાશ સ્વામીએ દાવો કર્યો છે. સાથો સાથે કહ્યું કે, 'વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના આર્શીવાદથી ચાલે છે. જલારામ બાપાને ગુણાતિત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા અને જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે' વધુમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'જલારામ બાપા સ્વામિનારાયણ મંદિરમાં ઘણો સમય રહ્યા હતા.'

ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ: જ્ઞાનપ્રકાશ સ્વામી

જ્ઞાનપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું કે, 'ગુણાતિત સ્વામીના કહેવાથી જલારામ બાપાએ સદાવ્રત ચાલુ કર્યુ હતું અને જલારામ બાપા સ્વામીજી વીરપુર આવ્યા ત્યારે લેવા ગયા હતા' જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપાએ ખૂબ સેવા કરી હોવાના પણ દાવો કર્યો છે. અત્રે જણાવીએ કે, જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા વિશેની ટીપ્પણીથી ભારે વિવાદ વકર્યો છે. આખેર જ્ઞાનપ્રકાશ સ્વામીએ ભક્તોની માફી માંગીને કહ્યું હતું કે, આ બધુ અમારા સાહિત્યમાં લખેલું છે અને દાલબાટીવાળી વાત તો પુસ્તકમાં લખી છે, કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માગું છું.

  • Follow us on: