સુરતના માંગરોળમાં દુર્ઘટનામાં ક્રેનચાલકનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતા ચાલકનું મોત થયું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. કોસંબા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરતના માંગરોળમાં ક્રેન બીજા ક્રેન પર પડી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, માંગરોળના મોલવણ ખાતે એક ક્રેન બીજી ક્રેન પર પડતા ક્રેન ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ છે. CCTV ફૂટેજમાં તમે જોઇ શકો છો કે, ક્રેનની મદદથી કામગીરી કરવામાં આવી રહી હતી. અને ક્રેનમાં ઓવરલોડ થઇ જતા મોટી ક્રેનની માટી ધસી જતા અચાનક અન્ય ક્રેન JCB પર દડામ પડતા જ JCBના કચ્ચરઘાણ નીકળી ગયો હતો.













