સુરતમાં કમિશ્નર ઓફિસમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. પહેલગામમાં આતંકવાદી હુમલાને પગલે રાજ્ય સરકાર એકશનમાં આવતા કડક કાર્યવાહી હાથ ધરી છે. પહેલગામ ઘટનાના પડઘા દેશ સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યા. આજે રાજ્યભરમાં અનેક સ્થાનો પરથી મોટી સંખ્યામાં વિદેશી ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા છે. સુરતમાંથી આજે પોલીસે 100 જેટલા શકમંદોને ડીટેઈન કર્યા. આ તમામ લોકોએ ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને સુરતમાં ઘૂસણખોરી કરી હતી. રાજ્યભરમાંથી ઘુસણખોરોને હાંકી કાઢવા તેમજ દેશમાં હાલમાં ઉદભવેલ સ્થિતિને લઈને સુરક્ષાની કામગીરીને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી છે.


[[$googlead]]

ગૃહમંત્રીની પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક

સુરતમાં કમિશ્નરની કચેરીની ખાતે ગૃહમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પોલીસ વડા વિકાસ સહાય પણ જોડાશે. સી.પી ઓફિસથી વીડિયો કોન્ફરન્સ માધ્યમ દ્વારા ચર્ચા કરવામાં આવશે. દેશભરમાં પહેલગામ હુમલાને લઈને આક્રોશભર્યું વાતાવરણ છે. ગુજરાત સરકારે પણ મહત્વના પગલા લેતા અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદે પ્રવેશ કરેલા ઘૂસણખોરોને ડિટેઈન કરવામાં આવી રહ્યા છે. આજે અમદાવાદમાંથી 457 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ડિટેઈન કર્યા જ્યારે સુરતમાંથી 100 બાંગ્લાદેશી ડિટેઈન કરવામાં આવ્યા. 

[[$alsoread]]

તંત્રના આદેશ બાદ હકાલપટ્ટી

રાજ્યભરમાં ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરી રહેલા લોકોની હકાલપટ્ટી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઘૂસણખોરો મોટાભાગના બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આમાંથી કેટલાક ઘૂસણખોરોએ ભારતમાં આધારકાર્ડ બનાવવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરતા ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરી તપાસ કરવામાં આવી હતી. તમામનું ક્રોસ વેરિફિરેશન અને ચેકિંગ હાથ ધરતા શંકાસ્પદ તમામ ઘૂસણખોર બાંગ્લાદેશીઓને ડીટેઈન કરવામાં આવ્યા છે. સરકારના આદેશ બાદ બાંગ્લાદેશી ઘૂસણખોરોના ડિપોટેશનના આદેશ આવશે એટલે ડિપોર્ટ કરાશે તેમ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી.

પહેલગામ હુમલાના પ્રત્યાઘાત

જણાવી દઈએ કે પહેલગામ આતંકી હુમલાના ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારતા આજે સમગ્ર ભારતના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓએ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ગુજરાતમાં અનેક સ્થાનો પર બજારો બંધ રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તો કેટલાક સંગઠનોએ ઉગ્ર વિરોધ કરતા આતંકીઓને પોષનારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપવાની ભારત સરકારને અપીલ કરી. 

  • Follow us on: