દિવાળીનો પર્વને લઇ સુરત પોલીસ એક્શનમાં આવી છે. દિવાળી ટાળે અનેક ચોરી-લૂંટ અને ઉચાપતની ઘટનાઓ બનતી હોય છે. તહેવારોમાં અસામાજીક તત્વો અને લૂંટારૂ ગેંગ બેફામ બનીને અનેક ઘરોને નિશાન બનાવતી હોય છે. તેવામાં સુરત પોલીસે ખરીદી બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે.
આગામી તહેવાર દિવાળી પર્વને લઇ લોકો તૈયારી કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દિવસોમાં લોકો ખરીદી પણ કરતા હોય છે. સુરતમાં દિવાળી પર્વને લઈને પોલીસે એક્શન મોડમાં આવી છે અને તપાસ હાથ ધરી છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. નોંધનીય છે કે, લોકો સાથે છેતરપિંડીના કેસો પણ બનતા હોય છે. જેથી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.













