- સુરત શહેરમાં ફરી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓ ઝડપાયા
- સુરત રેલવે સ્ટેશન બહારથી આરોપીઓ પાસેથી ડ્રગ્સ જપ્ત
- સુરત ક્રાઈમ બ્રાંચનું સફળ ઑપરેશન
ગુજરાતમાં ડ્રગ્સના બદી દૂર કરવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કટિબદ્ધ છે ત્યારે ફરી એકવાર સુરત શહેરના રેલવે સ્ટેશન બહાર ત્રણ આરોપીઓ પાસેથી 20 લાખ રૂપિયાથી વધુનું એમડી ડ્રગ્સ જપ્ત લેવાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચે ઑપરેશન હાથ ધરી એક મહિલા એને બે પુરુષને દબોચી લઈ ત્રણેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના રેલવે સ્ટેશન બહાર ત્રણ આરોપીઓ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક મહિલા અને બે પુરુષ પાસેથી રૂપિયા 20 લાખથી વધુનું એમડી ડ્રગ્સ જપ્ત કરી ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા સંપૂર્ણ કટિબદ્ધ છે ત્યારે ત્રણ આરોપી પાસેથી લાખોનું ડ્રગ્સ ઝડપાતા પોલીસે ત્રણેય આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી.













