ઓપરેશન અભ્યાસ અંતર્ગત કલેક્ટર,ધારાસભ્યો,સાંસદ અને અધિકારીઓ વચ્ચે મળેલી બેઠક પૂર્ણ થઈ છે.યુદ્ધ જેવી સ્થિતિના સમયે કઈ રીતની સમજણ અને સાવચેતી રાખવી તે અંગે જાગૃતતા લાવવા મોકડ્રિલનું આયોજન કર્યું છે. જે આજે સાંજે 4 કલાકેથી મોકડ્રિલ શરૂ કરવામાં આવશે અને સાંજે કલાકે અડધો કલાક માટે મોકડ્રિલ યોજાશે.
ઓપરેશન અભ્યાસને સહકાર આપવા તંત્રની અપીલ
51 સ્થળો અને તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં એકસાથે સાયરન વગાડવામાં આવશે.ત્યારબાદ સાંજે 7.30 થી 8.00 કલાકે બ્લેક આઉટ યોજવામાં આવશે. જે દરમ્યાન શહેરીજનો સ્વયંભૂ પોતાના ઘરોની લાઇટ બંધ કરી "ઓપરેશન અભ્યાસને "સહકાર આપવા તંત્રની અપીલ કરી છે.સાથે જ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા માટેની પણ અપીલ કરી છે.
જાગૃતતા લાવવા મોકડ્રિલનું આયોજન
ભારતે પહેલગામમાં 26 નિર્દોષ ભારતીયોની હત્યાનો બદલો લીધો છે.તો બીજી તરફ આજે સાંજે 4 વાગ્યે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તંત્રએ લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા માટેની પણ અપીલ કરી હતી.શહેરમાં ચાર સ્થળો પર રેસ્ક્યુ અને સર્ચ સહિતની મોકડ્રિલ યોજવામાં આવશે.હવાઈ હુમલો,મિસાઈલ હુમલો જેવા સમયે શું કરવું અને શું ન કરવું તેવી જાગૃતતા લાવવા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને હુમલો કર્યો છે તો બીજી તરફ દરિયાઇ વિસ્તારમાં સુરક્ષામાં વધારવામાં આવી છે. સાથે જ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની સિક્યુરિટી સહિતનો સ્ટાફ પણ મોકડ્રીલમાં જોડાશે.શહેરના તમામ રસ્તાઓ પર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટો બંધ રખાશે. આ સિવાય DGVL અને ટોરેન્ટ પાવર સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ ઓન ફિલ્ડ પર રહેશે