ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ઓલપાડમાં આશરે રૂપિયા 11 કરોડના ખર્ચે બનેલા બાયપાસ બ્રિજ અને એપ્રોચ રોડનું લોકાર્પણ, ઓલપાડ ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના 10 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને 6 કરોડથી વધુના ખર્ચે ઓલપાડ એસ.ટી ડેપોમાં નવીન એસ.ટી. ડેપો અને વર્કશોપનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.


[[$googlead]]

ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે

ઓલપાડ ટાઉનમાંથી પસાર થતો બ્રિજ અને એપ્રોચ રોડ બનવાથી સુરત ખાતે હજીરામાં આવેલા મહાકાય ઔદ્યોગિક એકમોને સુરત ઓલપાડ થઈને નેશનલ હાઈવે નંબર 48 સાથે જોડતો અગત્યનો રસ્તો છે, આ રસ્તો સુરત શહેરને અંકલેશ્વર સાથે જોડતો ટૂંકો અગત્યનો રસ્તો છે. બાયપાસ રસ્તાના નિર્માણ બાદ રોજિંદી અવરજવર કરતાં રાહદારીઓ તેમજ સ્થાનિકોના સમય અને ઈંધણનો બચાવ તેમજ ઓલપાડ ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે.

[[$alsoread]]

બ્રિજનું નામ બાબા આંબેડકર બાયપાસ બ્રિજ રાખવામાં આવ્યું

જ્યારે ઓલપાડ એસટી ડેપોમાં આશરે 6 કરોડના ખર્ચે અત્યાધુનિક વર્કશોપનું ખાતમુહૂર્ત પણ મંત્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓલપાડ ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમા રૂપિયા 5.57 કરોડના વિવિધ વિકાસના કામ રૂપિયા 2.56 કરોડના કામોનું ખાતમુર્હુત અને 3.15 કરોડના કોમાનું લોકાર્પણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું. આ સાથે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતીના દિવસે આ બાયપાસ બ્રિજનું લોકાર્પણ કરાતા બ્રિજનું નામ બાબા આંબેડકર બાયપાસ બ્રિજ મંત્રી મુકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

  • Follow us on: