સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં એક સોસાયટીમાં પાર્ક કરેલી મોડલની મર્સિડીઝ કારને રાત્રે 8:30 વાગ્યે આવેલા 2 આરોપીઓએ મો પર રુમાલ બાધીને કાર પર જલદ પદાર્થ નાખીને આગ ચાંપી દીધી હતી. આગની ઘટનામાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું.તે મામલે મોડલ આંચલસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો ફરિયાદના આધારે વેસુ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

મોડલની કારમાં આગની ઘટના 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં મોડલ આંચલસિંહની કાર સળગાવનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. સુરતમાં કારને આંગ લગાડનારા આરોપીઓ તનિશ જૈન અને સચ્ચુની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ મુખ્ય આરોપી મિતેશ જૈનને પોલીસે ઝડપી લીધો હતો. મોડલ આંચલસિંહે મિતેશ જૈન સાથે વાતચીત બંધ કરી દીધી હતી. જેથી શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલસિંહની મર્સિડીઝ કારને આગ લગાવી દીધી હતી.

પોલીસે આરોપીઓની કરી ધરપકડ
ઘટના મામલે પોલીસે મિતેશ જૈનના મિત્રો તનિશ અને સચ્ચુ જૈનની ધરપકડ કરી હતી. આ બનાવ મામલે મોડલ આંચલસિંહે ગંભીર આક્ષેપ કર્યા હતા. મિતેશ જૈન મોડલને પોતાની સાથે સંબંધ રાખવા ધાકધમકી આપતો હતો.'મારી નહીં તો કોઈની નહીં' આંચલને એસિડ એટેક કરીને સળગાવી દેવાની ધમકી આપી હતી. તો આરોપીઓએ આંચલસિંહ ક્યાં જઇને કોને મળે છે ? સહિતની વિગત જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ ચીપકાવી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ મોડલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડયું હતું. સમગ્ર મામલે અલથાણ પોલીસે આરોપી મિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
  • Follow us on: