સુરત SMCએ IPO માટે યુકેથી સર્ટિફિકેટ મેળવ્યું છે અને SMCએ કલાઈમેટ બોન્ડ સર્ટિફિકેટ મેળવ્યું છે જેમાં સુરત મનપા રૂ ૨૦૦ કરોડનાં ગ્રીન બોન્ડ માટે IPO લાવી રહી છે અને બોન્ડ મેળવવા સેબી ક્લીયરન્સ માટેની દાવેદારી મજબૂત થઈ છે,જેમાં વૈશ્વિક સ્તરે કામ કરતી લંડનની ક્લાઈમેટ બોન્ડ ઈનિશિયેટિવ સંસ્થા છે ત્યાંથી સર્ટિફિકેટ મેળવ્યું છે,ભારતમાં સૌપ્રથમ સુરત મહા પાલિકાને સર્ટિફિકેટ ઈશ્યું કર્યું છે જેમાં ગ્રીન બોન્ડ માટે સેબી આ સર્ટિફિકેટ મેળવવાનો આગ્રહ રાખતી હોય છે.
સુરત પાલિકા શેરનો વ્યાજદર નક્કી કરશે
પબ્લિક ઈશ્યૂ બહાર પાડવામાં આવશે તો વ્યાજદર પાલિકા નક્કી કરી શકશે. તેથી પાલિકાને બચત પણ થશે. જેને પગલે પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેના માટે એજન્સીની નિમણુંક કરવા સહિતની કામગીરી માટેના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે, જેના પર શાસકો નિર્ણય લેશે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ આઇપીઓ માટે ફેસવેલ્યુ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મનપાના પર્યાવરણલક્ષી પાંચ પ્રોજેક્ટો 215.98 કરોડ રૂપિયા આંતરિક સ્ત્રોતમાંથી તથા રૂપિયા 168.60 કરોડ રૂપિયા અન્ય સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે.
આવકના સ્ત્રોત વધતા શેરબજારના શરણે
શેરબજારમાં મનપાના આગમન સાથે જ આવકના સ્ત્રોત વધતા SMCના બોન્ડ કામમાં લાગશે. શહેરી વિકાસ વિભાગે 200 કરોડનાં ગ્રીન બોન્ડને મંજૂરીની મ્હોર મારતા ટૂંક સમયમાં મનપા શેરબજારમાં લિસ્ટીંગ કરશે. દેશમાં પ્રથમ વખત કોઈ પાલિકા શેરબજારમાં પર્દાપણ કરવા જઈ રહી છે. આજે લોકો વધુ કમાણી મેળવવા શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા કરવા લાગ્યા છે. લોકોમાં આજે દેખાદેખીના કારણે ખર્ચનું પ્રમાણ વધ્યું છે. શાળાઓની મોંઘી ફી તેમજ મોજશોખ વધતા લોકો દ્વારા નાણાકીય આવકના સ્ત્રોત વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મર્યાદિત પગારના ધારાધોરણના કારણે આવક સામે જાવક વધતા લોકો શેરબજારમાં સુરક્ષિત રીતે રોકાણ કરી રહ્યા છે.









