• સરકાર અને પોલીસ તમારી છે તો તપાસ કરો: સુપ્રિયા
  • કોંગ્રેસ મત માટે મૌલવીઓને બચાવે છે: હર્ષ સંઘવી
  • મૌલવી યુવાઓને દેશ વિરોધી કાર્ય માટે પ્રેરણા આપતો
મૌલવીની ધરપકડ મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવ્યા છે. જેમાં કોંગ્રેસના સુપ્રિયાએ જણાવ્યું છે કે સરકાર અને પોલીસ તમારી છે તો તપાસ કરો. આક્ષેપ કરવાના બદલે તથ્યો આધારે તપાસ કરો. BJP ચૂંટણીમાં પાકિસ્તાનને ન લાવે તો ચૂંટણી અધૂરી રહે છે. દરેક ચૂંટણીમાં BJPને પાકિસ્તાન યાદ આવી જાય છે. ત્યારે કોંગ્રેસ મત માટે મૌલવીઓને બચાવે છે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

મૌલવી યુવાઓને દેશ વિરોધી કાર્ય માટે પ્રેરણા આપતો
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે મૌલવી યુવાઓને દેશ વિરોધી કાર્ય માટે પ્રેરણા આપતો હતો. દેશવિરોધી કામ કરનારને નહીં છોડાય. મૌલવી પાકિસ્તાનના આકાઓ સાથે સંપર્કમાં હતો. તેમજ હિન્દુ નેતાની હત્યાનું કાવતરુ ઘડ્યુ હતુ. જેમાં 1 કરોડ રૂપિયામાં ડિલ થઈ હતી. જેમાં સુરતમાં હિંદુવાદી નેતાઓનું હત્યા કરવાનું ષડયંત્રમાં મૌલવીની ધરપકડના મામલે મૌલવીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. DCB દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરાશે. મૌલવીએ સુરતના હિંદુવાદી નેતા ઉપદેશ રાણા, હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંગ અને ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપુર શર્માની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતુ.

મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ
લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

  • Follow us on:

[[$googlead]]