• અબુ બકરની બિકાનેરથી કરાઇ હતી ધરપકડ

  • હિન્દુ વિરોધી કૃત્યો કરવાનું હતું કાવતરું
  • હિન્દુ યુવકોને બ્રેનવોશ કરી ધર્મપરિવર્તન કરાવતો

હિંદુવાદી નેતાઓની હત્યા કરવાના ષડયંત્ર મામલે ધરપકડ કરવામાં આવેલ અબુ બકરને લઈને મોટા સમાચાર આવ્યા છે. અબુ બકરની બિકાનેરથી ધરપકડ કરવામાં આવી હતી. અને હવે પોલીસ અબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અબુ બકર ઉર્ફ અશોક સુથારની બિકાનેરથી ધરપકડ કરવામાં આવી હતી. અબુ બકર દ્વારા પાકિસ્તાની યુવતીઓની લાલચ આપી હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવીને તેમના હાથે હિન્દુ વિરોધી કૃત્ય કરવા દબાણ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.

તો વધુમાં પોલીસને તપાસમાં અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર પણ મળી આવ્યા છે. અશોક સુથારને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ આપવામાં આવી હતી. પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મપરિવર્તન કરી અબુ બકર બની ગયો હતો. આબુ બકર ઉર્ફે અશોક સુથારના સુરતના મોલવી સાથે પણ સંપર્ક હોવાના ખુલાસા થયા છે.

હાલ તો, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ રાજસ્થાનના બિકાનેરથી અબુ બકરની ધરપકડ કરીને સુરત લઈ આવી છે. પોલીસે આબુ બકરને સુરત કોર્ટમાં રજૂ કર્યો છે. તો, આગામી સમયમાં આબુ બકરની પૂછપરછ અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.


  • Follow us on: