• સલાબતપુરા પોલીસે ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપ્યા
  • 2.50 લાખની કિંમતનું અઢી ગ્રામ ડ્રગ્સ પકડાયું
  • આરોપી વિકી નામના શખ્સ પાસેથી લાવ્યો હતો ડ્રગ્સ

સુરત પોલીસે ડ્રગ્સ પેડલરો સામે તવાઈ બોલાઈ છે,દર આંતરે પોલીસ ડ્રગ્સ ઝડપી રહી છે,ત્યારે સલાબતપુરા પોલીસે 2.50 લાખની કિંમતનુ ડ્ગર્સ ઝડપ્યું છે સાથે સાથે 122 જેટલી કોરેક્ષની બોટલો પણ જપ્ત કરી છે,આ ડ્રગ્સ અકબર શહીદના ટેકરા પાસેથી ઝડપવામાં આવ્યું છે,આરોપીએ પોલીસની તપાસમાં કબૂલ્યું કે વિકી નામના શખ્સ પાસેથી તેણે ડ્રગ્સની ખરીદી કરી હતી.

2 મે 2024ના રોજ પણ ઝડપાયું સુરતમાંથી ડ્રગ્સ

સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે,જેમાં માનદરવાજા વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 20 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.

એક અઠવાડીયા પહેલા 1 કરોડનું ડ્રગ્સ મળ્યું

SOG પોલીસને 1 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. સાથે જ પોલીસે એક મોપેડ અને એક બાઈક પણ જપ્ત કર્યું છે. પરંતું સપ્લાય કરનાર કાશીફ, લેનાર સેહબાઝ ખાન બંને આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થયા હતા. આ ઉપરાંત ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ અને મંગાવનાર શહેબાઝ ખાનને ફરાર જાહેર કરવામાં આવ્યા છે,પોલીસને જોઈ આરોપીઓ ડ્રગ્સ નાખીને ફરાર થઈ ગયા હતા.

ડ્રગ્સને લઈ પોલીસની ખાસ મુહીમ

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે.ગુજરાતમાં ગત ત્રણ દિવસમાં 1000 કરોડથી વધુનું ડ્રગ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ માફીયાઓની કમર તોડી દેવામાં આવી છે.

ગાંધીનગરમાંથી ઝડપાઈ હતી ડ્રગ્સની ફેકટરી

ગાંધીનગરના પિપળજ ગામે ગુજરાત ATS અને NCBને મોટી સફળતા મળી છે.પિપળજ ગામે ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ છે,તો જે ઘરમાં આ કામકાજ કરાતું હતુ.ત્યા આગળથી 10 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરાઈ છે.તો બીજી તરફ આ ડ્રગ્સને લઈ રાજસ્થાનમાં પણ ATSએ દરોડા પાડયા હતા.25 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે.કયાંથી અને કેવી રીતે આ કામગીરી કરાતી હતી તેને લઈ ATSએ વધુ તપાસ હાથધરી હતી.


  • Follow us on: