- મોટું પક્ષી પ્લેનના એન્જિન સાથે અથડાયું
- અંદાજે 220 જેટલા મુસાફરો સુરત એરપોર્ટ પર અટવાયા
- પ્લેનના એન્જિનમાં ખામી સર્જાતા પ્લેન ગ્રાઉન્ડ કરાયું
સુરત એરપોર્ટ બર્ડ હિટની ઘટનાઓને લીધે પંકાયેલું છે ત્યારે વધુ એક ફ્લાઇટ બર્ડ હિટને કારણે રદ્દ કરતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ચર્ચામાં આવ્યું છે. ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ બર્ડ હિટને કારણે રદ્દ કરવી પડી હતી.
વાત એમ છે કે ઇન્ડિગોની એરલાઇન્સની એક ફ્લાઇટ ગોવાથી સુરત આવી રહી હતી. સુરત બાદ આ ફ્લાઇટ બેંગ્લોર જવાની હતી. પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. ફ્લાઇટ સાથે બર્ડ હિત થતાં ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાઇ હતી.
ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી. તો બાદમાં, ટેકનિકલ કારણોસર ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સુરતથી બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી. જેને કારણે 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. પેસન્જરોને રિફંડ અને સવારની ફલાઇટમાં ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવા છતાં અહી દર અઠવાડિયે બે-ત્રણ બર્ડ હિટની ઘટનાઓ સામે આવી રહી છે. એરપોર્ટ પર ઉદ્ભવતી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અવનવી તકનીકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો.
માર્ચમાં પણ સામે આવી હતી બર્ડ હિટની ઘટના
આ પહેલા માર્ચ મહિનામાં પણ બર્ડ હીટની એક ઘટના સામે આવી હતી જેમાં ઈન્ડિગો ફ્લાઇટ સાથે બર્ડ હિટ થયું હતુ. તેમાં બે નંબરના એન્જીનના પંખાની બ્લેડને નુકસાન થયુ હતું. ફ્લાઇટ સુરતથી દિલ્હી જતી હતી. તેમજ DGCIની ટીમ અમદાવાદ પહોંચી સુરત એરપોર્ટમાં પણ તપાસ કરી હતી. બર્ડ હિટની ઘટના મામલે ઈન્ડિગો ફ્લાઇટના બે નંબરના એન્જિન સાથે બર્ડ હિટ થયું હતુ. જેમાં બે નંબરના એન્જીનના પંખાની બ્લેડને નુકસાન થયું હતુ. બર્ડ હિટ બાદ અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતુ.
ફેબ્રુઆરીમાં ઈન્ડિગોની ફ્લાઈટ સાથે બર્ડ હિટ
સુરતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટને બર્ડ નડ્યું છે. જેમાં ફ્લાઇટ નંબર 6E646 અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે. VT-IZI એરબસ A320 neo અમદાવાદ એરપોર્ટ પર લેન્ડકરાઈ છે. જેમાં અટવાયેલા મુસાફરોને VT-IAN (A320ceo) દ્વારા દિલ્હી પરત લઈ જવામાં આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી ટેકઓફ કરી દિલ્હી જતી વખતે એર ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડ હિટની ઘટના બનતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજેન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. સુત્રો પાસેથી જાણમાં મળેલી માહિતી મુજબ રવિવારે સવારે દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટ ફરીથી દિલ્હી માટે રવાના થઇ હતી તે સમયે ટેકઓફ કર્યાના થોડા સમય પછી હવામા કોઇ પક્ષી ફ્લાઇટ સાથે અથડાતા ફ્લાઇટમાં કોઇ ખામી સર્જાઇ હોવાની આશંકા જતા પાયલટે તકેદારી માટે યાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઇ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટની ઇમરજેન્સી લેન્ડિંગ કરી હતી. આ સમયે ફેલાઇટમાં 50થી વધુ યાત્રીઓ હોવાનું જાણવા મળ્યું હતુ. અમદાવાદમા એક કલાક રોક્યા પછી અન્ય ફ્લાઇટ દ્વારા તમામ યાત્રાઓને દિલ્હી લઇ જવાયા હતા. જોકે સમગ્ર ઘટના દરમિયાન યાત્રિઓને ભારે પરેશાની ભોગવવી પડી હતી. કેટલાક યાત્રાઓમાં ભય પણ ફેલાઇ ગયો હતો









